અહીં તમને વિશ્વ વસ્તી દિવસ નિબંધ ( World Population Day ) ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. શાળા અને કોલેજના વિધાર્થીઓને ઉપયોગી બનશે. આ દિવસે કોઈ પ્રવચન માટે સ્પીચ PDF રૂપે પણ ઉપયોગ થઇ શકશે. વિશ્વ વસ્તી દિવસ અંગે જાણકારી અને જાગૃતિ સૌને ઉપયોગી થશે.
પ્રસ્તાવના :
પૃથ્વી નામના ગ્રહ પર રહેતા આપણે સૌ આવનારી પેઢીના ભવિષ્યને લગતા ઘણા પડકારોનો સામનો કરીએ છીએ. પ્રદૂષણ, માર્યાદિત કુદરતી સંસાધનો, આબોહવા પરિવર્તનની કટોકટી એ તમામ મુખ્ય મુશ્કેલીઓ સામે આપણે ઝઝૂમી રહ્યા છીએ. છે.
કુદરતે બક્ષિસમાં દીધેલ પ્રકૃતિ અને સંસાધનોનું દોહન દિવસે ને દિવસે વધતું રહ્યું છે. અને આ બધી ગંભીર પરિસ્થિતિ નિર્માણમાં વસ્તી વધારો સૌથી વધુ જવાબદાર પરિબળ છે. કૂદકે ને ભૂસકે વધતી વસ્તી આવનારા સમયમાં સૌથી મોટો પડકાર બંનશે.
છેલ્લા 150 વર્ષોમાં, આપણા પૃથ્વી ગ્રહ ઉપર વસ્તી વિસ્ફોટ થઇ રહ્યો છે. વર્ષ 2024 સુધીમાં ભારતની વસ્તી ચીન કરતા વધી જશે. ઝડપથી વધતી વસ્તી આપણું સૌથી મોટું સંકટ બની ગયું છે. તેનાથી નિર્માણ થઇ રહેલ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, દર વર્ષે 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે.
Read Also ; રથયાત્રા વિશે નિબંધ
વિશ્વ વસ્તી દિવસ પર નિબંધ
દર વર્ષે સમગ્ર વિશ્વમાં વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક વધતી જતી વસ્તી અને તેનાથી ઉદ્ભવતા પ્રશ્નો અને સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. વિશ્વ બેંકમાં ડેમોગ્રાફર તરીકે કામ કરતા ડો. ઝકરિયા દ્વારા સૌપ્રથમ આ દિવસની ઉજવણીનું નું સૂચન કરવામાં આવ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન વસ્તી પાંચ અબજને પાર કરી ગઈ હતી.
તેના અનુસંધાને 1989 માં, યુએનડીપી (યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ) ની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા દર વર્ષે 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રના તમામ ભાગીદાર દેશો દ્વારા અલગ અલગ રીતે છેલ્લા ત્રીસ વર્ષથી “વિશ્વ વસ્તી દિવસ” ઉજવવામાં આવે છે. આમ 11 જુલાઈ 1990 ના રોજ આ દિવસની પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ વસ્તી દિવસનું મહત્વ
વિશ્વ વસ્તી દિવસ પાછળનો સૌથી સ્પષ્ટ ઉદ્દેશ્ય અનિયંત્રિત વસ્તી વૃદ્ધિના ઘાતક પરિણામો વિશે સૌને શિક્ષિત કરવાનો છે. સમાજમાં જાગૃતિ દવારા લોકો વસ્તી વધારાને લીધે સર્જનાર વિવિધ મુશ્કેલીઓ વિષે સમજે, વિચારે અને વસ્તી વધારાનો દર નીચો લાવવાનો આ પ્રયાસ છે.
વધુ વસ્તીના કારણે વિશ્વમાં કુદરતી સંસાધનો ખૂબ જ ઝડપથી ખતમ થઈ રહ્યા છે. આમાંના કેટલાક સંસાધનો એવા છે કે જેનો પૃથ્વી પર જથ્થો માર્યાદિત છે. જેમકે પુનઃ અપ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો. જેવા કે પેટ્રોલ, ડીઝલ વગેરે. તેનો જથ્થો આ સમયમાં જ ઘણી સમસ્યાઓ નિર્માણ કરી રહ્યો છે. વસ્તી વધતા આવી મુશ્કેલીઓ વધતી જવાની છે.
વિશ્વ વસ્તી દિવસનું બીજું મહત્વનું પાસું સામાન્ય લોકોને ટકાઉ વિકાસ વિશે શીખવવાનું છે. વસ્તી વિસ્ફોટ દ્વારા ઉભા થતા જોખમને ઘટાડવા માટે આ એક અસરકારક રીત છે. તેનાથી આપણી ભાવિ પેઢીઓ એ જ વિશેષાધિકારો અને સંસાધનોનો આનંદ માણી શકે જે આપણે અત્યારે માણી રહ્યા છીએ.
આમ વિશ્વ વસ્તી દિવસનો ઉદ્દેશ્ય વસ્તી વૃદ્ધિથી ઉદ્ભવતી સમસ્યાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો અને આ મુશ્કેલી પર્યાવરણ તથા સંસ્કૃતિની પ્રગતિને કેવી રીતે અસર કરી શકે છે તે વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
વિશ્વ વસ્તી દિવસ ઉજવણી
વિશ્વ વસ્તી દિવસના અવસરે કુટુંબ નિયોજન, ગરીબી અને માનવ અધિકારો વિશે જાગૃતિ અને શિક્ષણ ફેલાવવા માટે પણ પ્રયત્નો કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ડેવલપમેન્ટ યુએનડીપી અને અન્ય દેશો લોકોને શિક્ષિત કરવા અને વૈશ્વિક વસ્તી વૃદ્ધિને રોકવામાં મદદ કરવા માટે ઘણા કાર્યક્રમોનું આયોજન અને અમલ કરવામાં આવે છે.
દરેક દેશ ની વિવિધ સંસ્થાઓ, NGO, શૈક્ષણિક , સામાજિક સંગઠનો દ્વારા વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરી જન જાગૃતિના અભિયાનો ચલાવવામાં આવે છે. કૂદકે ને ભૂસકે વધતી વસ્તી રોકવાના, કુદરતી સંશાધનોના માર્યાદિત ઉપયોગ કરી ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટેના પ્રયાસો અને કાર્યક્રોમો નું આયોજન આ દિવસે થાય છે.