પુસ્તકોની મૈત્રી નિબંધ – Books Are Our Best Friend Essay Gujarati

અહીં આપને પુસ્તકો – આપણા મિત્રો pdf, પુસ્તક મૈત્રી, પુસ્તકો સાચા મિત્રો સબંધિત નિબંધ આપ્યા છે. અહીં આપેલ વિવિધ નિબંધ ધોરણ 4 થી 12 સુધીના વિધાર્થીઓ માટે ઉપયોગી બનશે. 100 શબ્દોમાં, 200 શબ્દોમાં અને 300, 500 શબ્દોના નિબંધ પણ છે.

પુસ્તકોની મૈત્રી નિબંધ ગુજરાતી

પુસ્તકોની મૈત્રી નિબંધ

પ્રસ્તાવના:

આપણે અભ્યાસક્રમ માટે નિયત થયેલાં પુસ્તકો વાંચીએ છીએ. તેનાથી આપણાં માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ આ પુસ્તકોમાંથી આપણને મળતું જ્ઞાન મર્યાદિત હોય છે. આથી આપણે પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવાં જોઈએ. વાંચતાં આવડતું હોય છતાં વાંચન ન કરનાર માણસ અને અભણ માણસ વચ્ચે ફરક રહેતો નથી.

સારાં પુસ્તકોનો ફાળો:

પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. લોકમાન્ય ટિળક કહેતા, “હું નરકમાં પણ સારાં પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.” રસ્કિનના Unto The Last’ પુસ્તકમાંથી ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા મળી હતી. ગીતા અને બાઇબલ જેવાં પુસ્તકોમાંથી જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન માટેની પ્રેરણા મળતી રહી છે. રામાયણ, મહાભારત અને ભાગવત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આજેય આ ગ્રંથો અનેક લોકોને માટે પ્રેરણાદાયક નીવડે છે.

સારાં પુસ્તકોના લાભ:

સારાં પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી. તેઓ આપણા સુખદુઃખના સાથી છે. પુસ્તકો સ્પષ્ટવક્તા અને સત્યવક્તા હોય છે. સારાં પુસ્તકો આપણને સુખદુઃખમાં સમભાવપૂર્વક રહેવાની પ્રેરણા આપે છે. મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ રાખવાની પ્રેરણા મળે છે. પ્રવાસ અંગેનાં પુસ્તકોનું વાંચન કરવાથી આપણને આખા વિશ્વની સફર કરવા જેવો અનુભવ થાય છે. આપણે આપણા ઘરના ઓરડામાં બેઠાંબેઠાં દુનિયાના દેશો અને શહેરોની રસપ્રદ માહિતી વાંચીને અને તેમનાં ચિત્રો જોઈને આનંદ પામીએ છીએ. સારાં પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત, બહાદુરી, પ્રેમ જેવા ગુણોનો વિકાસ થાય છે. વિજ્ઞાનવિષયક પુસ્તકોના વાંચનથી આપણને અવનવી શોધાના રસપ્રદ માહિતી મળે છે.

સારાં પુસ્તકો અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોને દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. સારાં પુસ્તકો આપણને મૂંઝવણમાંથી માર્ગ કાઢી આપે છે. ગાંધીજી કહેતા, “જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે ત્યારેત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું.”

હલકાં પુસ્તકોના ગેરલાભ:

પુસ્તકો અરીસા જેવાં છે. તે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. એક લેખકે સાચું જ કહ્યું છે, “તમે શું વાંચો છો એ મને કહો તો તમે કેવા છો એ હું તમને કહી શકીશ.” છીછરાં અને અશ્લીલ પુસ્તકોના વાંચનથી લોકો ગેરમાર્ગે દોરાય છે અને તેમનું જીવન બરબાદ થઈ જાય છે.

Read Also : ગુરુ પૂર્ણિમા વિશે નિબંધ

વાંચન પર ટીવીની અસર:

આજના ટેલિવિઝન અને મોબાઈલ યુગમાં વાંચન પ્રત્યેની લોકોની રુચિ ઘટતી જાય છે. લોકોનો મોટા ભાગનો સમય ટીવી જોવામાં જ પસાર થઈ જાય છે. પુસ્તકાલયોમાં વાચકોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે. આમ છતાં, આજે પણ સારાં પુસ્તકોનું મહત્ત્વ ઓછું નથી એટલે સારાં પુસ્તકો છપાય છે અને વંચાય છે પણ ખરાં.

ઉપસંહાર:

આપણે આપણું જીવનઘડતર કરનારાં પુસ્તકોની મૈત્રી કેળવીએ અને તેમની પાસેથી સાચું અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીએ.

પુસ્તકોની મૈત્રી 300 શબ્દોમાં નિબંધ

“કસરત થી જે લાભ શરીર ને મળે છે તેજ લાભ પુસ્તક નાં વાંચન થી મગજ ને મળે છે.”

વાંચતા આવડતું હોય છતાં પણ જે વાંચતો નથી તે નિરક્ષર જેવો જ છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમમાં આવતાં પુસ્તકો વાંચે છે. તેનાથી તેમનાં માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ આ પુસ્તકોમાંથી મળતું જ્ઞાન સીમિત હોય છે.

એટલે વિદ્યાર્થીઓએ તેમનાં પાઠયપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવા જોઈએ. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. રસ્કિનના ‘indo The Last’ નામના પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી. ગીતા અને બાઈબલ જેવાં પુસ્તકોએ જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન જીવવાની પ્રેરણા આપી છે. રામાયણ, ભાગવત અને મહાભારત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

સારાં પુસ્તકો જેવો કોઈ મિત્ર નથી. તે આપણને સાચું માર્ગદર્શન આપે છે. તે આપણને સારાં કામો કરવાનું પ્રોત્સાહન આપે છે. તેઓ આપણને સુખદુઃખમાં સમભાવથી રહેવાનું બળ આપે છે. મહાપુરુષોના જીવન ––ચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ જાળવી રાખવાની પ્રેરણા મળે છે. સારાં પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત, બહાદુરી, દયા, પ્રેમ, ક્ષમા વગેરે ગુણોનો વિકાસ થાય છે.

સારાં પુસ્તકોના વાચનથી આપણામાં સારું-નરસું સાચું-ખોટું પારખવાની આપણી શકિત ખીલે છે. સારાં પુસ્તકો આપણા જીવનનું ઘડતર કરે છે, જયારે હલકી કક્ષાનાં પુસ્તકો આપણા જીવનને બગડે છે.તે આપણને ગેરમાર્ગે દોરે છે. એટલે આપણે સારાં પુસ્તકોની મૈત્રી કરવી જોઈએ. એક લેખકે સાચું જ કહ્યું છે કે ‘તમે શું વાંચો છો તે મને કહો અને તમે કેવા છો હું તમને કહી દઈશ !” સારા પુસ્તકોના વાચનથી આપણે જીવનને વિશાલ દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ.

અત્યારે ટેલિવિઝન અને સ્માર્ટફોનનો યુગ ચાલે છે. લોકોનો મોટા ભાગનો કિંમતી સમય ટીવી સીરીઅલ્સ જોવામાં કે મોબાઈલમાં રીલ્સ જોવામાં વેડફાય છે. બિચારા પુસ્તકો માત્ર કબાટની શોભા બનીને રહી જાય છે.

પુસ્તકાલયોમાં પણ વાચકોની સંખ્યા ઘટી રહી છે. આમ છતાં, આજેય પણ સારાં પુસ્તકો વાચનારાઓની કમી નથી. સારાં પુસ્તકોનું મહત્ત્વ તો વધતું જ રહેવાનું છે.
જીવનની સાચી કેળવણી મેળવવા માટે આપણે પ્રેરણાદાયક પુસ્તકોનું નિયમિત વાચન કરવું જોઈએ. ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

અંતમાં એટલું કે,
“અમુક પુસ્તકો ચાખવા માટે હોય છે. અમુક પુસ્તકો ગળી જવા માટે હોય છે. પરંતુ અમુક જ પુસ્તકો ચાવવા અને પચાવવા માટે હોય છે. ”

પુસ્તકો આપણા સાચા મિત્રોનિબંધ pdf

મનુષ્યને સાચું સુખ અને શાંતિ પ્રદાન કરે છે. પુસ્તકપ્રેમી સૌથી વધુ સુખી હોય છે. તે જીવનમાં ક્યારેય એકલતાનો અનુભવ કરતો નથી. પુસ્તકો પર સંપૂર્ણ ભરોસો કરી શકાય છે. એટલે જ મહાત્મા ગાંધીએ કહ્યું છે, :”સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે. હું પુસ્તકોનો જેટલો અભ્યાસ કરું છું એટલાં જ તે મને મિત્રરૂપ બનીને મદદ કરે છે.”

મણિલાલ નભુભાઈ દ્વિવેદીના શબ્દોમાં કહીએ તો ‘આપણું વાયન એ આપણા જીવનનું ખરું પ્રતિબિંબ છે’ વાચન એ વ્યક્તિના વ્યક્તિત્વને નિખારીને, કંડારીને પૂર્ણ અને ઉન્નત બનાવે છે. એમણે તો ત્યાં સુધી કહ્યું છે કે કોઈ વ્યક્તિ કેવા પ્રકારનું વાચન કરે છે એ મને કહો તો હું એ વ્યક્તિ કેવો છે તે કહી દઉં. વાચનનો પ્રભાવ વ્યક્તિના માનસને, તેની વિચારસરણીને અને જીવનશૈલીને ધરમૂળથી બદલી નાખે છે એ મહાન ભાષાવિદોએ, વિવેચકોએ અને સમર્થ લેખકોએ સિદ્ધ કરી દીધું છે. આપણી શાળાઓ અને મહાશાળાઓમાં જે ભણાવવામાં આવે છે. એના દ્વારા તો વિદ્યાર્થીમાં પલ્લવગ્રાહી પાંડિત્ય જ કેળવાય છે તેનું કારણ એ છે કે શાળાઓમાં લગભગ બધાં જ વિષયોનું જ્ઞાન આપીને વિદ્યાર્થીને ડિગ્રી આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓએ સ્વવિકાસ માટે ઇતર વાચનની ટેવ પાડવી જ જોઈએ. ઇતર વાચન દ્વારા જ પુસ્તકો સાથે મૈત્રી થાય છે. પુસ્તકોની મૈત્રી જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સારાં પુસ્તકો જેવાં કોઈ સાયા મિત્ર નથી હોતા. તેઓ આપણા સુખ-દુઃખના સાથી છે. પુસ્તકો સત્યવક્તા અને સ્પષ્ટવક્તા છે. કડવું સત્ય પુસ્તકો જ કહે છે. સારાં પુસ્તકો સુખદુઃખમાં સમભાવ કેળવવાની સીખ આપે છે.

મહાન પુરુષોના જીવનચરિત્રમાંથી જીવન જીવવાની કલા શીખવા મળે છે. ધર્મ પુસ્તકો નૈતિકતા નીતિમત્તા શીખવે છે. વિજ્ઞાન વિષયક પુસ્તક વાંચવાથી જગત સાથે તાલ મેળવીને ચાલી શકીએ છીએ. પ્રવાસવર્ણન વાંચવાથી દુનિયાની સેર કરવાનો આનંદ મેળવી શકીએ છીએ. સારાં પુસ્તકોના વાચનથી શ્રદ્ધા, હિંમત બહાદુરી, પ્રેમ, ક્ષમા જેવાં ગુણો ખીલે છે અને વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજોથી દૂર રહી શકીએ છીએ. કેટલાય લોકોના જીવનમાં પુસ્તકોને લીધે પરિવર્તન આવ્યું છે.

આ પણ વાંચો : વર્ષાઋતુ નિબંધ ગુજરાતી

પુસ્તકો ચિતનો સર્વોત્તમ ખોરાક છે. એક વિચારક નું કથન છે કે, માનવજાતિએ જે પણ કંઈ વિચાર્યું, કર્યું કે પામ્યું છે એ પુસ્તકોમાં સચવાયેલું છે. માનવ સભ્યતા અને સંસ્કૃતિના વિકાસ નો પુરો શ્રેય પુસ્તકોને જાય છે. પુસ્તકોનું મૂલ્ય અને મહત્વ અનન્ય છે. પુસ્તકો આપણા અંતઃકરણને ઉજાળે છે. સારા પુસ્તકો મનુષ્યને પશુ થી દેવત્વ તરફ લઈ જાય છે. તેની સાત્વિક વૃત્તિઓને જાગૃત કરી તેને પથભ્રષ્ટ થતાં બચાવે છે. તથા તે મનુષ્ય, સમાજ અને રાષ્ટ્રનું માર્ગદર્શન પણ કરે છે. પુસ્તકોનો આપણાં ચિત્ત પર સ્થાયી પ્રભાવ પડે છે અને તે પ્રેરણાદાયક હોય છે.

રસ્કિનના ‘unto the last’ નામના પુસ્તકમાંથી ગાંધીજીને સત્યાગ્રહ કરવાની પ્રેરણા મળી હતી જેને કારણે જ ભારતનું ભાવિ બદલાયું અને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ કંડારાયું. ભગવદગીતા, બાઈબલ, કુરાન જેવા પુસ્તકોએ લોકોને ઉમદા માર્ગદર્શન આપ્યું છે. ઉત્તમ પુસ્તકોના વાયનથી દૃષ્ટિ વિશાળ અને સમૃદ્ધ થાય છે. તેઓ આપણને કદી દેતાં નથી. બીજા બધાં મિત્રો સ્વાર્થ પૂરો થતાં કદીક આપણને ત્યજી દે છે પણ પુસ્તકોની મૈત્રી અતૂટ છે.

જેવી રીતે યુદ્ઘ માં બંદુક, મિશાઇલ વિગેરે અસ્ત્ર-શસ્ત્ર છે. તે જ રીતે વિચારદ્વંદ્વમાં પુસ્તકો જ શસ્ત્રો છે. સમાજની કાયાપલટ કરવામાં પુસ્તકો સમર્થ છે. આજની દુનિયા વિચારો ની દુનિયા છે. સમાજમાં જ્યારે પણ કોઈ પરિવર્તન આવે છે અથવા ક્રાંતિ થાય છે, તેના મૂળમાં હંમેશા કોઈને કોઈ વિચારધારા હોય છે. શ્રેષ્ઠ પુસ્તકો સમાજમાં નવચેતનાનો સંચાર કરે છે. અને સમાજમાં જાગૃતિ લાવવામાં પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પુસ્તક વાંચવાથી મનુષ્યનો દ્રષ્ટિકોણ વ્યાપક બને છે અને સંકુલ વિચારો એના ચિત્તમાં પ્રવેશે છે.

પુસ્તકો એવો શાશ્વત ખજાનો છે જે પાછલી પેઢીના અનુભવો યોગ્ય રીતે નવી પેઢી સુધી પહોંચાડે છે. તેના નિહિત જ્ઞાનને નષ્ટ કરવાની તાકાત કોઈમાં નથી. ટૂંકમાં પુસ્તકોનું મહત્વ અતુલ્ય છે, એટલે જ તો પુસ્તકો આપણા સાચા મિત્રો છે.

પુસ્તકોની મૈત્રી નિબંધ – PDF