મહિલા સશક્તિકરણ પર નિબંધ

ભારતીય સમાજના દરેક કાલખંડમાં મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે. ભારતમાં મહિલા સશક્તિકરણ પ્રયાસે યા અનાયાસે સમયે સમયે થતું રહ્યું છે. તેમ છતાં હજી ક્યાંક ને ક્યાંક મહિલાઓ પોતાના હકો અને અધિકારો માટે લડતી જોવા મળે છે.

પ્રાચીન સમયની સ્ત્રી

આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે “यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवता:” વળી નારી તું નારાયણી જેવી ઉપમા પણ સ્ત્રીને આપવામાં આવી છે. જેની એક આંખમાં વિશ્વને ભૈસ્મીભૂત કરવાની શક્તિ અને બીજી આઁખમાં વિશ્વનું સર્જન કરવાની શક્તિ છે તેનું નામ સ્ત્રી. સ્ત્રીની સર્વોત્તમ પરિભાષા છેઃ સ્નેહ, સમર્પણ અને સહનશીલતા. સ્ત્રી એટલે ત્યાગ અને તપશ્ચર્યાની સાક્ષાત મૂર્તિ, સ્ત્રી થકી જ પુરુષની અવનતિ કે ઉન્નતિ સર્જાય છે. સ્ત્રીની સાચી શોભા અલંકારમાં નહિ, સદગુણોમાં છે. સ્ત્રીની અંતરંગ ધારાનો સહજ સ્વર છેઃ સમર્પણ, પ્રતીક્ષા, અને પ્રીતિ – આ ત્રણેયના સંગમથી સ્ત્રી તીર્થ બને છે. માટે કહ્યું છે કે, ” સ્ત્રી સંસારની શોભા છે.

સ્ત્રીનું સામાજિક મહત્વ

સ્ત્રી એ સમાજનું એક વિશિષ્ટ અંગ છે. સ્ત્રી વિના સમાજ અધુરો છે તેમજ સ્ત્રી અને પુરુષ બંને એકબીજાના પૂરક છે. બનેના સંયોગથી કુટુંબની રચના થાય છે. સ્ત્રીએ સમગ્ર સમષ્ટિના વિકાસનો આધાર છે. જયારે તે પોતાના નવજાત બાળકને સ્તનપાન કરાવે છે ત્યારે તે વાત્સલ્યનિ મૂર્તિ બની જાય છે અને જ્યારે તે પોતાની સુકોમળ સંવેદનાઓમાં વિચરે ત્યારે તે સૃષ્ટિમાં સોંદર્ય અને દીવ્ય પ્રકાશ ફેલાવી દે છે. પરંતુ જયારે સ્ત્રી પોતાના નૈસર્ગિક અને પવિત્ર ભાવ ભુલાય છે ત્યારે તે અબળા અને પીડિત બની જાય છે.

મહિલા સશક્તિકરણની જરૂરિયાત કેમ?

પ્રાચીન કાળ થી લઇ વર્તમાન કાળ સુધીની સફરમાં નારીની દશા અને દિશા જોવા જઈએ તો આજે 21મી સદીમાં પણ નારી સુરક્ષા અને સશક્તિકરણ માટે ઘણા પગલાઓ આવશ્યક બન્યા છે. ક્યાંક ને ક્યાંક હજુ પણ મહિલાઓ અત્યાચારનો ભોગ બની રહી છે. પોતાના હકો અને અધિકારો માટે સાન સંગર્ષ કરતી જોવા મળે છે. નારી ચેતના અને નારી સન્માનની ભાવના સમાજમાંથી ઘટવા લાગી છે. પુરુષ વર્ગથી તો ઉપેક્ષિત્ સદીઓથી રહી છે પરંતુ સામાજિક વાતાવરણમાં તે સાસુ, જેઠાણી, દેરાણી કે નણંદ આ બધા જ પાત્રોથી પણ કોઈને કોઈ સમાજમાં સ્ત્રી આજે પણ માનસિક કે શારીરિક અત્યાચારનો ભોગ બને છે.

આ પણ વાંચો : વિજ્ઞાન અને ટેકનોલોજી નિબંધ ગુજરાતી

અબળા નહિ પણ સબળા નારી

વાસ્તવમાં અહી વાત મહિલા સશક્તિકરણની છે પણ માર્ગમાં અવરોધો ઘણા છે. આમ, છતાં સતીપ્રથા હોય કે પછી દેવદાસી પ્રથા કે પછી બાળલગ્ન હોય કે વિધવા પુર્નલગ્નનો વિરોધ હોય દીકરીને દૂધપીતી કરવાનો રીવાજ હોય કે દીકરા કરતાં ઉછેરમાં ભેદભાવ હોય પરદાપ્રથા હોય જ્ઞાતિના ચુસ્ત નિયમો આ બધા જ રીવાજો સ્ત્રીઓના પગની બેડીઓ હતી છતાં પણ આજે આ બેડીઓને તોડીને સ્ત્રીશક્તિએ પોતાની તાકાત અને આવડતથી દુનિયામાં એ વાત સાબિત કરી બતાવી કે સમાજે હમેશા તેનો દરજ્જો પુરુષની સરખામણીએ નીચો આંક્યો છે છતાં પણ એ કેટલાક ક્ષેત્રોમા પુરુષને પણ પાછળ રાખીને આગલી હરોળમાં પોતાનું સ્થાન આપમેળે ઉભું કર્યું છે.

કયાંક આગળ નીકળીને પોતે સશક્ત છે એ વાતનો દુનિયાને પરિચય કરાવ્યો છે તો ક્યાંક પુરુષ સમકક્ષ ઉભી રહીને પુરુષ સમોવડી બનવા લાગી છે. સમાજના રીવાજો અને રૂઢીઓ અને પરંપરાઓએ નારી સશક્તિકરણની દિશામાં અવરોધ ઉત્પન્ન કર્યા છે.

વર્તમાન સમયમાં નારી સશક્તિકરણનિ માંગ ચારે તરફથી ઉઠવા માંડી છે ત્યારે સમાજે પણ નારી સન્માનની ભાવના અને નારી વિકાસના પ્રયત્નોને સહકાર આપવાની જરૂરિયાત એટલા માટે છે કે ભૂતકાળમાં ક્યાંયને ક્યાંય એમનું અસ્તિત્વ જોખમાયું છે પણ વર્તમાન અને આવનારો સમય એમના અસ્તિત્વને ઉજાગર કરનારો અને ઉચું સન્માન આપનારો નીવડી શકે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

સ્વતંત્રતા બાદ મહિલા સશક્તિકરણ

વર્ષોની ગુલામી બાદ જયારે ભારતીય પ્રજાને આઝાદીનો તેમજ નવા જીવનનો અહેસાસ થયો ત્યારે તેમાં ભારતીય નારી શા માટે પાછળ રહી જાય ? ભારતીય સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેના દષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું. વર્ષો પહેલા ભારતીય નારી પતિની ગુલામીની જંજીરો માં જકડાયેલ સ્ત્રીએ આજના સ્વતંત્ર ભારતની ઉર્જાવાન નાગરિક તરીકેનું બિરુદ હાંસલ કર્યું છે. આજે સ્ત્રીએ અનેક સામાજિક, આર્થીક, રાજકીય, ધાર્મિક તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે પદાર્પણ કરી વિકાસની મુખ્ય ધરાનું એક અભિન્ન અંગ બની ગઈ છે. આઝાદી બાદ ભારતીય સમાજમાં સ્ત્રી પ્રત્યેના વ્યવહાર અને દષ્ટિકોણ બદલાયા છે.

૨૧મી સદીમાં મહિલા સશક્તિકરણ

હવે આ ૨૧મી સદીએ મહિલાઓની સદી છે. સમાજના દરેક શિખરો તે એક પછી એક સર કરી રહી છે. સફળતાની સાથે સાથે સમાજની સામાજિક અને આર્થિક તસ્વીર બદલવા લાગી છે. પુરુષ વર્ચસ્વ અને આધિપત્યવાળા તમામ ક્ષેત્રોમાં તેમને શાનદાર પ્રવેશ કર્યો છે . સમાજના દરેક ક્ષેત્રમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપે તેમનો પ્રવેશ થઇ ચુક્યો છે. ઘણી સંસ્થાઓ સ્ત્રી સંચાલિત છે. જે સ્ત્રીને મધ્યયુગમાં જંજીરોમાં જકડાયેલી હતી તે જ સ્ત્રીઓની કહાની આજે સંઘર્ષપૂર્ણ જરૂર છે પરંતુ તેમ છતાં તે સફળ થઇ છે અને આગળ પણ સફળ થશે તેમાં કોઈ શંકા નથી. આજે દુનીયાના તમામ ક્ષેત્રો જે સાહસિક કહેવાય એવા તમામ ક્ષેત્રોમાં સ્ત્રીઓએ આજે તેમની હિસ્સેદારી નોંધાવી છે. સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર પણ દિન-પ્રતિદિન વધવા લાગ્યું છે.

ઉપસંહાર :

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ” કે કોઇપણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર તે રાષ્ટ્રની મહિલાઓની સ્થિતિ ઉપર હોય છે. સ્ત્રીઓને એ કક્ષા સુધી પોચાડવી જોઈએ કે જ્યાંથી તે પોતાની સમસ્યાઓ પોતાની રીતે ઉકેલી શકે.” જરુર છે તેમને યોગ્ય સન્માન આપવાની તેના આધાર ઉપર જ ઉજ્જવળ ભારતની સંભાવનાઓ રહેલી છે.

મહિલા સશક્તિકરણ શું છે?

મહિલા સશક્તિકરણને ખૂબ જ સરળ શબ્દોમાં વ્યાખ્યાયિત કરી શકાય છે કે તે મહિલાઓને શક્તિશાળી બનાવે છે જેથી તેઓ તેમના જીવન સાથે સંબંધિત તમામ નિર્ણયો પોતાની જાતે લઈ શકે. પરિવાર અને સમાજમાં સારી રીતે રહી શકે છે. મહિલા સશક્તિકરણ એ તેમને સમાજમાં તેમના યોગ્ય અધિકારો પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવાનો પ્રયાસ છે.

મહિલા સશક્તિકરણ પર નિબંધ Pdf